All Stories

મિસવર્લ્ડ ટુરિઝમ ઈશિકા તનેજાએ ગ્લેમર વર્લ્ડ છોડી સંન્યાસ અપનાવ્યો

ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઇશિકા તનેજાએ શોબિઝ છોડીને 'સાધ્વી' બનવાનો માર્ગ અપનાવ્યો છે. ભારતની 100 સફળ મહિલાઓની શ્રેણીમાં રહી ચૂકેલી ગ્લેમર ગર્લ સંસારની મોહ-માયા છોડી આધ્યાત્મિક માર્ગે નીકળી પડી છે. મહાકુંભ મેળામાં નવા જીવનની શરૂઆત કરતા ઈશિકાએ પવિત્ર સ્નાન કરી સનાતનનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે. સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી સાધ્વી બનીને તેમણે સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

ઇશિકાએ કહ્યું કે “મહિલાઓનો હેતુ ટૂંકા કપડાં પહેરીને નૃત્ય કરવાનો નથી પરંતુ સનાતનની સેવા કરવાનો છે. જો કે ઇશિકાએ એ સાધ્વી બની પબ્લિસિટી સ્ટંટ કરવાના આરોપો ફગાવ્યા હતા. તેણે એ પણ ખાતરી આપી હતી કે તે ક્યારેય તેના 'જૂના જીવનમાં' પાછી નહીં ફરે”.

ઇશિકા તનેજાને 2018 માં મિસ વર્લ્ડ ટુરિઝમનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને 2016 માં તેણીને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ભારતની 100 સફળ મહિલાઓની શ્રેણીમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો. તેણીએ જાણીતા ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરની ફિલ્મ ઇન્દુ સરકાર, વિક્રમ ભટ્ટની શ્રેણી "હધ" માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત, ઇશિકાએ 60 મિનિટમાં 60 મોડેલો પર 60 ફુલ એરબ્રશ મેકઅપ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

અગાઉ ઇશિકાએ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુ દીક્ષા લીધી હતી.

All Stories