2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, તેવામાં પ્રયાગરાજમાં કેટલીક હવાઈ પ્રવૃત્તિઓએ
વિશેષ આકર્ષણ જગાવ્યુ છે. યાત્રાળુઓ આકાશમાંથી સમગ્ર પ્રયાગરાજ અને મહાકુંભનો અદ્ભુત નજારો માણી શકે છે. પ્રયાગમાં પહેલી વાર
હોટ એર બલૂન અને પેરા મોટર રાઈડ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત લોકો હેલિકોપ્ટર રાઇડ અને પેરા મોટરિંગ જેવી હવાઈ પ્રવૃત્તિઓથી
પણ મહાકુંભ યાત્રાને લોકો વધુ યાદગાર બનાવી રહ્યા છે.
હેલિકોપ્ટર રાઇડની યાદગાર ક્ષણો
હેલિકોપ્ટર રાઇડ દ્વારા પેસેન્જર્સ આકાશમાંથી મહાકુંભનો અદભૂત નજારો માણી શકે છે. તેનાથી ઉડતી નજરે મહાકુંભના દૃશ્યો નવાઈ
પમાડે તેવા હોય છે. 7-8 મિનીટમાં સમગ્ર પ્રયાગરાજ અને મહાકુંભની વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓને નિહાળી યાત્રાળુઓ યાદગાર અનુભવનું
ભાથુ બાંધી શકે છે. 13૦૦ થી 15૦૦ રૂપિયામાં આકાશી નજારો માણવાનું બુકીંગ ઓનલાઈન પણ કરાવી શકાય છે.
હોટ એર બલૂનથી ફુગ્ગામાં ઉડવાનો આનંદ
સૂર્યાસ્ત બાદ પ્રવાસીઓ હોટ એર બલૂનમાં ઉડવાનો આનંદ પણ માણી શકે છે. હોટ એર બલૂનમાં બેસીને, પ્રવાસીઓને પ્રયાગરાજના ઘાટ અને
ચાંદનીમાં ડૂબેલા સંગમનો અદભૂત નજારો જોવા મળશે. તેની ટિકિટ પ્રતિ વ્યક્તિ લગભગ 15૦૦ રૂપિયા છે.
પેરા મોટરિંગની યાદગાર સવારી
મહાકુંભ મેળો માણવા માટે પેરા મોટરિંગ પણ કરી શકાય છે. તેમાં પ્રવાસી પેરા મોટર પર સવારી કરી હવામાં ફેરા કરે છે. આ સાહસિક
રમત રમવાનો એક આગવો અને અનોખો અનુભવ હોય છે. તેના માટેની ટિકિટ પ્રતિ વ્યક્તિ રૂ. 35૦૦ છે. પેરા મોટરિંગ માટેનો સમય સવારે 9
થી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.